નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ વાયરસને પોતાના ત્યાં ફેલાતો અટકાવવા માટે મોટા મોટા પગલાં લઈ રહ્યો છે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારે લીધેલા પગલાને દુનિયાના અનેક દેશો વખાણી ચૂક્યા છે. આ બધા વચ્ચે સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર રોશનીની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે. જેના દ્વારા કોરોના મહામારી સામે જીતવાની આશા અને જુસ્સાનો સંદેશો આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા સ્વિસ લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરે 14690 ફૂટના પહાડને તિરંગાના આકારમાં રોશનીથી રંગી નાખ્યો. ભારતીય વિદેશ સેવા અધિકારી ગુરલીન કૌરે આ તસવીર પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કરી છે. તેમણે લખ્યું કે લગભગ 800 મીટર ઊંચાઈ પર તિરંગો. હિમાલયથી આલ્પ્સની મિત્રતા, આભાર.


અત્રે જણાવવાનું કે આ પહાડ પર ગત 24 માર્ચથી કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાની એકજૂથતા દર્શાવવા માટે દરરોજ અલગ અલગ દેશોના ઝંડાઓ દર્શાવતી રોશની કરવામાં આવે છે. બુધવારે આ પહાડ પર સ્વિટઝરલેન્ડ, અમેરિકા, યુકે, ઈટાલી અને સ્વિસ વિસ્તારના ટિસિનોના ઝંડા દર્શાવતી રોશની કરવામાં આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube